તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
અમદાવાદમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો !!
આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો હતો પોસ્ટ : વીડિયોમાં આરોપીઓ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ.

અમદાવાદમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો છે. છેલ્લા 6 મહિનાથી પાણીનું બિલ ના ભરતા મૃતક યુવાનને આરોપીઓ હેરાન કરતા હતા. પાણીનું બિલ ભરી ન શકતા હોવ તો જીવાય જ નહીં તેમ કહી હેરાન પરેશાન કરતા હતા
ભાવેશ પટેલ નામના 42 વર્ષીય યુવકે કેનાલના ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો, વીડિયોમાં આરોપીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.. કૃષ્ણનગર પોલીસે સંજય બાલધા અને ગિરીશ બાલધા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
