<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગુજરાતના રાજકારણમાં આવતા ૧૦૦ દિ' મહત્‍વના : વિરાટ જનાદેશનો અવસર

લોકતંત્ર કે યજ્ઞ મેં આહુતિ કા આહ્‌વાન, પ્રથમ કરો મતદાન, ફીર ભોજન યા જલપાન : તાલુકા-જિલ્લા પંચાયતો અને મહાનગરોની ચૂંટણી નજીક : ૪ાા કરોડ જેટલા મતદારો : ત્રિપાંખીયા જંગના એંધાણ

રાજકોટ તા. ૨ રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગયા વખતે જાન્‍યુઆરીમાં ચૂંટણીઓની જાહેરાત થઈ ગયેલ અને ફેબ્રુઆરીમાં મતદાન યોજાયું હતું .માર્ચના બીજા અઠવાડિયામાં નવા ચૂંટાયેલા સભ્‍યો સત્તારૂઢ થઈ ગયા હતા .આ વખતે હજુ ચૂંટણીની જાહેરાત થઈ નથી તેથી ચૂંટણી પાછી ઠેલાશે તે નિヘતિ બની ગયું છે .હવે ચૂંટણી એપ્રિલ મેમાં આવવાની ધારણા છે. ગુજરાતના રાજકારણમાં આગામી ૧૦૦ દિવસ ખૂબ મહત્‍વપૂર્ણ રહેશે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યનો જનાદેશ રાજ્‍યની રાજકીય દિશા બતાવશે .

રાજ્‍યમાં લગભગ તમામ ૩૪ જિલ્લા પંચાયતો ઉપરાંત તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને ગાંધીનગર તથા જુનાગઢ સિવાય તમામ ૧૫ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવા પાત્ર છે . રાજ્‍ય વ્‍યાપી  જનાદેશ આવશે તેથી તે રાજકીય રીતે મહત્‍વપૂર્ણ ગણાય છે. સામાન્‍ય રીતે સ્‍થાનિક ચૂંટણીઓમાં સ્‍થાનિક મુદ્દાઓ વધુ અસર કરતા હોય છે છતાં પક્ષનું નિશાન લોકો ધ્‍યાને લેતા હોય છે. હાલ મોટાભાગની પાલિકા પંચાયતોમાં ભાજપનું શાસન છે .

ગુજરાતમાં સામાન્‍ય રીતે કોઈપણ ચૂંટણીમાં મુખ્‍ય સ્‍પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે રહે છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ સ્‍વતંત્ર લડવાની જાહેરાત કરી છે .જો જાહેર કર્યા મુજબ આપ લડે તો રાજ્‍યમાં ત્રિપાંખિયો જંગ નિヘતિ થશે. કોણ કોને ફાયદો કે નુકસાન કરાવે છે તે મહત્‍વનું બનશે .રાજકીય પક્ષોએ ધીરે ધીરે ચૂંટણીની તૈયારી શરૂ કરી છે ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણી જાહેર કરે અને એપ્રિલ કે મેમાં મતદાન થાય તેવા હાલના સંજોગો છે .સમીકરણો બદલાય તો ચૂંટણી વધુ પાછી જઈ શકે છે

(11:50 AM IST)