<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સુરત શહેર કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ સંમેલન દિગ્‍ગજ આગેવાનોની હાજરીમાં મળ્‍યું

(ઇકબાલ ગોરી દ્વાર) સાવરકુંડલાઃ તા.ર,સુરત શહેર કોંગ્રેસ માઇનોરેટી  ડિપાર્ટમેન્‍ટ દ્વારા આયોજિત એક ભવ્‍ય સંમેલન મળેલ હતું  જેમાં એસ આઈ આર અંગે ચર્ચા ઓ કરવા માં આવી હતી

 માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ  દ્વારા સંગઠન સુજન અભિયાન તેમજ હાલ મા ચાલી રહેલી SIR ની પ્રક્રિયા, આવનાર સુરત મહાનગર પાલિકા ની ચૂંટણી સંદભે સંમેલન નુ આયોજન કરવામાં આવ્‍યું હતુ, આ સંમેલન મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદા સાહેબ, ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ વિભાગ ના ઈનચાર્જ ઇન્‍સાફ અલી આઝાદ સાહેબ, ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના પ્રમુખ વજીર ખાન પઠાણ સાહેબ, ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્‍તા નૈશદ ભાઈ  દેસાઈ ખાસ ઉપસ્‍થિતિ રહી જંગી જનમેદની ની સંબોધન કર્યું હતુ જેમાં સંગઠન ને વધુ મજબૂત અને ચેતન વતું બનાવવા, અને સુરત શહેર માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના  નવા બે કાર્યકારી પ્રમુખો ની તેમજ બીજી વિવિધ હોદેદારો ની નિમણુંક કરવા માં આવી  હતી અને જે

 રીતે ફોર્મ ૭ ભરી ને ખાસ સમાજ ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, તે બાબતે આગેવાનો એ પ્રકાશ પડ્‍યો હતો અને આવનાર સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ નું સંગઠન માળખું મજબૂત બનાવું તેમજ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ની વિસ્‍તળત  ચર્ચા ઓ  કરવામાં આવી હતી.

(1:35 PM IST)