તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
ગાંધીનગરની રાયફલ શૂટર ધીમહી નાણાવટીએ રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ : ઋષિકેશ પટેલ દ્વારા સન્માનિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨ : તાજેતરમાં ભોપાલ ખાતે સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા યોજાયેલ ૬૯મી રાષ્ટ્રીય કક્ષાની રાયફલ શૂટીંગ ચેમ્પીયનશીપમાં ગાંધીનગર ખાતેની સારથી રાયફલ શૂટીંગ એકેડેમીની શૂટર ધીમહી પૂર્વેશભાઇ નાણાવટીએ ૧૪ વર્ષથી નીચેના વયજૂથમાં ૧૦ મી. એર રાયફલ પીપસાઇટ ઇવેન્ટમાં ભાગ લઇ ૪૧૭.૬૦ નો સ્કોર મેળવી સિલ્વર વિજેતા બનેલ છે. આ સિદ્ધિઓ ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માણસા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. ઉપરાંત વ્યક્તિતગત રીતે પણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ. શૂટર ધીમહી નાણાવટીએ રાષ્ટ્રીય કક્ષાના ટોચના શૂટર માટે યોજાતી ઇન્ડીયા ટ્રાયલ્સમાં પણ ૬૧૯.૯૦ ના સ્કોર સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે. જે બદલ રમતગમત ક્ષેત્રનાં અગ્રણીઓએ અભિનંદન પાઠવેલ છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
