<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

રાજપીપળાના યુવાન અને ઝીમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીએ કર્યું રક્તદાન

(  ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળાના યુવાન અને ઝીમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદી હાલમાં ભારતમાં કામના પ્રવાસ પર આવ્યા છે ત્યારે તેમણે રક્તદાન કરવાની સામાન્ય દિનચર્યા કરવાનું નક્કી કર્યું, અને રક્તદાન કર્યા બાદ મેસેજ આપ્યો કે તમે ક્યાંય પણ હોવ તો કોઈ ફરક પડતો નથી, જો તમે ગમે ત્યાં જીવન બચાવવા માટે રક્તદાન કરી શકો છો, તો અચકાશો નહીં. રક્તદાન મહાદાન છે.

 રાજ મોદી ભલે ઝીમ્બાબ્વે માં મંત્રી પદ ઉપર છે પરંતુ તેઓની માનસિકતા અને માતા પિતાના ગુણ આજે પણ તેઓના સ્વભાવમાં છે માટે તેઓ જ્યારે પણ તેમના રાજપીપળામા રહેતા ભાઇ જનક મોદીના ઘરે આવે ત્યારે એક સામાન્ય વ્યક્તિ ની જેમ કોઈપણ પ્રકાર ના ઘમંડ વિના જૂના મિત્રો, વડીલો ને મળી આશીર્વાદ લેતા હોય છે અને ઘણા સેવા ના કાર્યો કરતા જોવા મળે છે. આમ રાજપીપળા ના આ યુવાન અન્ય લોકો માટે પ્રેરણારૂપ કહી શકાય

(12:01 AM IST)