<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

વડોદરાના 48 લાખના ડ્રગ્સ કેસમા સંડોવણી ખુલતા એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરાયા

કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર : SMCએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

વડોદરાના 48 લાખનો ડ્રગ્સ કેસ મામલે એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરાયા છે .કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. SMCએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અન્ય કોઈની સંડોવણી છે, કેટલા સમયથી આરોપી પેડલર સંપર્કમાં હતો સહિતના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે .

વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના કેસમાં સંડોવણી બહાર આવતા 31 જાન્યુઆરી, 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

એસએમસીના તપાસ અધિકારી દ્વારા આરોપી એએસઆઈને કોર્ટમાં રજૂ કરીને તેની વધુ પૂછપરછ કરવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા કોર્ટ દ્વારા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની આરોપી પેડલર અમરીકસિંઘ ઉર્ફે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી.

 

(10:00 PM IST)