તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st February 2026
અમદાવાદના મણિનગરમાં ઈડલી ચાર રસ્તા પાસે 108 એમ્બ્યુલન્સ દ્વારા થયેલ અકસ્માત મામલે નવો વળાંક
108ના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યા બાદ હિટ એન્ડ રન કર્યો: રેલવે કર્મચારી ઈશ્વરભાઈએ સામે આવીને આ ગંભીર આક્ષેપ કર્યો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ઈડલી ચાર રસ્તા પાસે 108 એમ્બ્યુલન્સ દ્વારા સર્જાયેલા અકસ્માત મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટનાનો ભોગ બનનાર રેલવે કર્મચારી ઈશ્વરભાઈ મકવાણાએ પોતાની વ્યથા ઠાલવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અકસ્માતના વીડિયોના સંદર્ભમાં તેમણે દાવો કર્યો છે કે 108ના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યા બાદ હિટ એન્ડ રન કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યા બાદ ઈશ્વરભાઈએ સામે આવીને આ ગંભીર આક્ષેપ કર્યો છે અને પોતાની સાથે બનેલી ઘટનાનું સત્ય જણાવ્યું છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
