તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st February 2026
મેવાસ કાનમ રામી માલી સમાજ નું ચાલીસ હજાર રૂપિયાના મૂલ્યની 27 વસ્તુ સાથે અનોખું મામેરું
કોઈ પણ દિકરી કે દીકરાના લગ્ન પ્રસંગે સમાજ દ્વારા આપવામાં આવે છે 27 ભેંટ, માત્ર બે મહિનામાં 5 દિકરા - દિકરીને મામેરું નો લાભ આપવામાં આવ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :"મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળ" એટલે નર્મદા નદીનાં જમણા કાંઠે અને ઢાઢર નદીનાં ડાબા કાંઠે, એવાં ઓરસંગ નદીનાં બંને કાંઠે આવેલાં - મેવાસ અને કાનમ પ્રદેશમાં વસતા રામી માલીનું સંઘઠન. જેમાં ડભોઈ, તિલકવાડા, સીતપુર, નસવાડી, બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, સંખેડા, વ્યારા, વાઘોડિયા, ચાણોદ, સેગવા, શીનોર, માંડવાં, સાધલી અને કરજણ આ સોળ ગામનો સમાવેશ થાય છે.
સમાજના કોઈ પણ લગ્ન પ્રસંગે, સમાજ દ્વારા મામેરું આપવાનું એક સફળ આયોજન ચારે બાજુથી પ્રશંસા પામી રહ્યું છે. મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળના મહામંત્રી શૈલેષભાઈ બી. માલી (તિલકવાડા)એ જણાવ્યું હતું કે શીનોરના બીમલભાઈ આર. રામી એ એક વિચાર રજૂ કર્યો હતો કે કોઈ પણ દીકરીના લગ્ન પ્રસંગે ચાંદીની ગાય ભેંટ આપવા ઈચ્છે છે. હોદ્દેદારોએ આ જાહેરાત ને એક મામેરું યોજના રૂપે રજૂ કરી અને અન્ય દાતાઓને પણ આવી કોઈ ભેંટ આપવા ઈચ્છતા હોય તો સ્વૈચ્છિક જાહેરાત કરવા જણાવ્યું. જેના પગલે એક એક કરતાં ઘર ઉપયોગી એવી 27 વસ્તુઓની જાહેરાત સ્વયંભૂ થઈ. લગ્ન પ્રસંગે સમાજના હોદ્દેદારો અને મહિલા મંડળ રૂબરૂ ઉપસ્થિત રહીને મામેરું અર્પણ કરે છે. મહિલા મંડળ દ્વારા પારંપરિક મામેરું ગીતો ગાવામાં આવે છે ત્યારે ઉત્સાહ અને ઉમંગ ભર્યો માહોલ લગ્નને ઉત્સવ બનાવી દે છે.
માત્ર બે મહિના માં 5 દિકરા - દિકરી ને તેમના લગ્ન પ્રસંગે રૂબરૂ જઈ મામેરું અર્પણ કરાયું જેમાં પીનાંક રામી (બોડેલી), દિશા રામી (, ડભોઈ), કોમલ રામી (કરજણ), પ્રિયાંક માલી (ડભોઈ) અને પાંચમું મામેરું વિશ્વ માલી (તિલકવાડા) ને ડભોઈ ખાતે યોજાયેલ રિસેપ્શન માં આપવામાં આવ્યું.
– મામેરું માં આપવામાં આવતી 27 ભેંટ
(1) દિકરી - ચાંદીની ગાય/દીકરો - ચાંદીના ગણપતિ (2) 5 ગ્રામ ચાંદીની લગડી (3) ટ્રોલી બેગ (4) સંખેડાની માચી ની જોડ (5) બાજટ ની જોડ (6) સંખેડાની પાટલી અને બે વેલણ (7) 20 લીટર પાણી જગ (8) કેશરોલ સેટ (9) કેશરોલ + વોટર બોટલ (10) 32 પીસ ડિનર સેટ (11) કાંડા ઘડિયાળ (12) પૂજાનો બાજટ (13) તાંબાનો જગ (14) પાણીનો જગ + ટીફીન + 6 સ્ટીલ કપ સેટ (15) ચોપર (16) મલ્ટી ઈડલી કૂકર (17) નોન સ્ટિક કઢાઈ (18) થર્મોસ + ચા - ખાંડ - મસાલા ના ડબ્બા (19) આરતીની થાળી (20) નોન સ્ટિક ઢોસા તવા (21) 3 લીટર પ્રેશર કૂકર (22) ગ્લાસ લીડ સાથે નોન સ્ટિક ફ્રાઈ પેન (23) સ્ટીલના આઈસ્ક્રીમ કપ-6 સેટ (24) રૂ. 1111 ચાંલ્લો (25)દીકરી ને ચાંદીની પાયલ/દિકરાને ચાંદીનો સિક્કો (26) તાંબાનો લોટો (27) ઈલેક્ટ્રીક ઈસ્ત્રી તેમ શૈલેષ માલ (મહામંત્રી) મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળ નાઓએ જણાવ્યું હતું
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
