News of Saturday, 31st January 2026
સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચોથા દિવસે પણ યથા
- તપાસ દરમિયાન આશરે 8 કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના જવેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે લેવાયા: ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બગદાણાના ઠેકાણે પણ તપાસ

સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચોથા દિવસે પણ યથાવત ચાલી રહી છે અને આ કાર્યવાહી સુરતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન આશરે 8 કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના જવેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. આ સાથે ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બગદાણાના ઠેકાણે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જો અન્યના નામે જમીન ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થશે તો તેવી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તપાસ થવાની શક્યતા છે. સાથે જ મોટા પાયે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે વિદેશી હવાલા કૌભાંડ મોટા પ્રમાણમાં બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
