<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રાજપીપલા નગરપાલિકા પાસે સરકારી જમીન પરના દબાણ દૂર કરવા ખર્ચના નાણાં નથી

ધારાસભ્ય દર્શના દેશમુખએ જિલ્લા સંકલન માં પ્રશ્ન ઉઠાવ્યો તો ભાજપ શાસિત પાલિકા તંત્રએ આપ્યો જવાબ, આખરે RCM એ આદેશ આપ્યો દબાણ તોડી નાખો

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લા ની એકમાત્ર ભાજપ શાષિત નગરપાલિકા પાસે સરકારી જમીન પરના દબાણ દૂર કરવા ખર્ચના નાણાં નથી આ બાબત વિગતે જોઈએ તો રાજપીપલા મહાવિદ્યાલય સામે ભાજપ નેતાની એક સોસાયટી ની સ્કીમમાં સોસાયટી પાછળ આવેલ વરસાદી કાંસનું પૂરાંણ કરી સરકારી જમીન પર દબાણ કર્યું હતું . જે દબાણ દૂર કરવા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે. કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવતા પાલિકા તંત્ર એ જવાબ આપ્યો હતો કે દબાણ દૂર કરવા જરૂરી જેસીબી મશીન , પોકર , ટ્રેકટર તેમજ મજૂરોની જરૂર પડે જે માટે પાલિકા પાસે હાલ ખર્ચ ના નાણાં નથી . જિલ્લા વહીવટી તંત્રએ પણ પાલિકાના જવાબનો સ્વીકાર કર્યો અને દબાણ દૂર કરવાની વાત ટલ્લે ચઢી ગઈ . ત્યારે ધારાસભ્ય એ આ મુદ્દો. રિજિયોનલ કમિશ્નર નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને મળેલી પાલિકા સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાલિકા શાશકો ની રજુઆત ફગાવી દઈ. કમિશ્નરે. દબાણ તોડી નાખવા આદેશ કરતા હવે ભાજપ નેતા ની સોસાયટી માં દબાણ દૂર થશે .ત્યારે પાલિકા તંત્ર કયારે દબાણ દૂર કરેછે તે જોવું રહ્યું ..

(10:59 PM IST)