તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Friday, 30th January 2026
દ્વારકાધીશ મંદિરમાં અગ્રણીઓના હસ્તે ભુપેન્દ્રભાઇને દ્વારકાધીશ મંદિરના સ્મૃતિચિન્હ અર્પણ

શ્રી દ્વારકાધીશ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું ભુપેન્દ્રભાઇ પટેલે અભિવાદન ઝીલી સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને શ્રીજીનું ઉપરણું ઓઢાડી, દ્વારકાધીશ મંદિરની પ્રતિકળતિ અર્પણ કરી, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં મુખ્યમંત્રી સાથે પૂર્વ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જ્યરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી, પૂજારી પ્રતિનિધિ સહિત સ્થાનીક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી (દ્વારકા) કૌશલ સવજાણી (ખંભાળીયા)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
