News of Friday, 30th January 2026
મધ્ય અને દક્ષિણ પુર્વ ગુજરાતમાં આજે મિની માવઠું, સૌરાષ્ટ્ર અને કચ્છને ઠંડીમાંથી રાહત મળશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં હાલ ચાલી રહેલી ઠંડીમાંથી ઝડપથી રાહત મળવાના સંકેત મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા) દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર, આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે અને ૪ ફેબ્રુઆરીથી ઠંડી લગભગ ગાયબ થઈ જશે. આગાહી મુજબ, ૩૦ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન મિનિમમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું રહેશે, જ્યારે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. આ સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી અને કેટલાક દિવસોમાં ઉત્તર-પヘમિ દિશામાંથી ફૂંકાશે.હવામાનની સ્થિતિ અંગે વાત કરતાં રમેશ બસિયાએ જણાવ્યું કે, આગાહીના સમયમાં એક-બે દિવસ વાદળછાયું જોવા મળી શકે છે, પરંતુ બાકીના દિવસોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ માવઠાની કોઈ શક્યતા નથી પરતું આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલ્ટો આવશે અને માવઠાની શક્યતા પ્રબળ બની છેક બોટાદ ભાવનગર જીલ્લા સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે ઝાકળની શક્યતા ખૂબ ઓછી છે. આ ઉપરાંત, ૭ ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ફરીથી થોડો ઘટાડો આવી શકે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
