<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જેલ કેદીના એક પુત્ર પોલીસ બન્‍યા, બીજા કેદીના પુત્ર પણ સરકારી નોકરી મેળવી સિદ્ધિ મેળવી

ગુજરાતના જેલ સુધારણા ગૃહમાં ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા અને ઇન્‍ચાર્જ મુખ્‍ય પ્રિઝન વડા, ડો. કે. એલ .એન.રાવના માર્ગદર્શનમાં શરૂ થયેલ યોજના સફળતાના શિખરો સર કરી રહી છે જેલ કેદી પરિવારના તેજસ્‍વી સંતાનોને પ્રોત્‍સાહિત કરવા ડો.ઇન્‍દુ રાવના સહયોગથી શરૂ થયેલ ઉમ્‍મીદ યોજના અંતર્ગત ઈનચાર્જ મુખ્‍ય જેલ સુધારણા વડા અને નાયબ પ્રિઝન વડા અશ્વિન ચૌહાણ વિગેરેના માર્ગદર્શનમાં સફળતાના નવા શિખરો સર કરી રહી છે, રોકડ પુરસ્‍કારથી વિભૂષિત કરાયા

રાજકોટ તા.૨૮:  રાજ્‍યના સિનિયર મોસ્‍ટ IPS અને હાલના પોલીસ મહાનિર્દેશક ડો.કે. એલ.સેન.રાવ ને ગુજરાતના જેલ સુધારણા વિભાગના વડા પદે રાજ્‍ય સરકારે પસંદગી કરી અને વર્ષો સુધી એજ સ્‍થાન પર તેમની કાર્યશક્‍તિના અભ્‍યાસ અંતર્ગત ચાલુ રાખવામાં આવ્‍યાં, રાજ્‍યની જેલોમાં ક્રાંતિકારી પરિવર્તન થયા, જેમાં ડીન ડો.ઇન્‍દુ રાવનો સહયોગ પણ સરાહનીય રહ્યો.તેમની આવી કાર્યદક્ષતા ધ્‍યાને રાખી તેઓ સીઆઈડી વડા અને મુખ્‍ય પોલીસ વડા બન્‍યા પછી પણ પ્રિઝન તેમના હવાલે રાખી છે.  ડો.રાવ દ્વારા તેમના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન ઉમ્‍મીદ નામની કેદીઓના પરિવારોને મોભીની ગેરહાજરીમાં અભ્‍યાસ અને કારકિર્દીમાં શ્રેષ્ઠતમ પરિણામ બદલ તેમને રોકડ પુરસ્‍કાર આપવા માટે શરૂ થયેલ  ઉમ્‍મીદ યોજના ઉતરોતર અદભુત પરિણામ લાવે છે તે પરંપરા યથાવત રહેલ છે.

જેલમાં રહેલ એક પાકા કામના કેદીના તેજસ્‍વી સંતાન દ્વારા અથાગ જહેમત અને મહેનત દ્વારા પોલીસની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પાસ કરી છે, જ્‍યારે બીજા એક પાકા કામના કેદીના પુત્ર દ્વારા પણ પોતાની સખત જહેમત અને મહેનતથી રાજ્‍ય સરકારમાં જુનિયર ક્‍લાર્કની પરીક્ષા પસાર કરી સમાજને એક નવો રાહ ચીંધવા સાથે ઉમ્‍મીદ (આશા) ન ગુમાવવી તેવો સંદેશ આપેલ છે. રાજ્‍યના મુખ્‍ય પોલીસવડા અને જેમની કાબેલિયત ધ્‍યાને રાખી રાજ્‍યના જેલ સુધારણા વિભાગના મુખ્‍ય વડાનો ચાર્જ યથાવત રાખવામાં આવ્‍યો છે તેમના દ્વારા બંન્નેને ૧૫૦૦૦ હજારનું પ્રોત્‍સાહિત પુરસ્‍કાર આપવામાં પણ આવેલ છે.

(3:31 PM IST)