<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા:કુખ્યાત ચૌગડ ગેંગના વાહનચોરીના 13 ગુન્હામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો

પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાળી થાનાના સુમનીયાવત ગામ પાસેથી રીઢા આરોપી રીતેશ ચૌગડને ઝડપ્યો :

સુરત ક્રાઇમ બ્રાન્ચને વાહન ચોરીના ગુનાઓમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીના તરખાટ મચાવનાર કુખ્યાત 'ચૌગડ ગેંગ' ના રીઢા આરોપીને પોલીસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી દબોચી લીધો છે. રીતેશ નસરિયા ચૌગડ નામનો આ આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. 

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રીતેશ ચૌગડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રીતેશ અલીરાજપુરની કુખ્યાત 'ચૌગડ ગેંગ'નો સક્રિય સાગરિત છે, જે આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્ક સાથે જોડાયેલી છે.

 

આરોપી રીતેશ અને તેની ગેંગ અત્યંત ચાલાકીથી વાહનોની ચોરી કરતા હતા. સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીએ સુરતના સચિન અને પાંડેસરા જેવા ગીચ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તે ખાસ કરીને ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને પલકવારમાં મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ જતો હતો.સુરતમાંથી જ તેણે અત્યાર સુધીમાં 6 બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી છે.

 

આરોપીની ધરપકડ સાથે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ 13 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ચોરી કરેલા વાહનો કોને વેચવામાં આવતા હતા અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરિતો સામેલ છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પુછપરછ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે, સને- ૨૦૨૨મા હાલ પકડાયેલ આરોપી તથા તેના સાગરીતો રવિ ચૌગડ, રાકેશ માંજરીયા તથા સચીન જુગડીયા તથા વિલય બેગડીયા નાઓ પાંડેસરા તથા સચીન વિસ્તારમાં મજુરીકામ કરતા હતા અને તે વખતે તેઓ બધા ભેગા મળીને વરાછા, પાંડેસરા તથા સચીન તથા સુરત જીલ્લાના પલસાણા, નવસારી જિલ્લા વિસ્તારમાથી આશરે છ જેટલી મોટર સાયકલ ડુપ્લીકેટ ચાવી તેમજ ડાયરેકટ કરીને ચોરી કરેલી અને તેઓ ચારેય જણા અત્રેથી ગાડીઓ લઈને તેમના વતન જતા રહેલા અને ફરીવાર સુરત આવેલા અને બીજી સાતેક ગાડીઓ ચોરેલી એમ ભેગા મળી કુલ્લે ૧૩ મોટર સાયકલો ચોરેલી અને આ દરમ્યાન સહ આરોપી રાકેશ રવિ ચૌગડ નાનો સને-૨૦૨૪ માં પકડાઈ ગયેલ જેઓએ અન્ય સહ આરોપી તરીકે હાલના આરોપીનું નામ આપેલ પરંન્તુ જે તે વખતે હાલનો આરોપી વતન ભાગી ગયેલ અને તે પછી આજદીન સુધી નાસતો ફરતો હોય આરોપી વિરૂધ્ધમાં નામદાર કોર્ટ દ્રારા સી.આર.પી.સી.૭૦ મુજબનુ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ છે. જેથી મજકુર આરોપીને પકડી પાડવા માટે વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાર થકી માહિતી મેળવી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્રારા આરોપીની વોચમા રહી આરોપીને તેના વતન ઉમરાલી, અલીરાજપુર (એમ.પી.) ખાતેથી પકડી પાડેલ છે.

(7:48 PM IST)