<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ખેતરમાંથી પસાર થતા વીજપોલ મુદ્દે ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં જામનગરમાં રેલી:કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું

જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાના હોય તો અમારે પણ વળતર નથી જોતું. કંપની એમનો ધીકતો ધંધો કરવા માટે અમારી મિલ્કતનો અમારી મરજી વગર ઉપયોગ કેવીરીતે કરી શકે ?

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં જામનગરમાં રેલી યોજી ક્લેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું રિલાયન્સ 765kv લાઈનનો આખો રૂટ બદલાવી દરિયા કાંઠેથી કિનારે કિનારે લઈ જવામાં આવે. પ્રતિ વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવથી ચાર ગણું વળતર આપવામાં આવે. વીજ પોલ 25 – 30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોય તો એટલા વર્ષ સુધી ખેતરની ઘટતી કિંમત વળતરમાં સમાવેશ કરવામાં આવે. મોબાઈલ ટાવર કે પવનચક્કી જે રીતે મિલકત ધારકને માસિક / વાર્ષિક ભાડું આપે છે તેવી જ રીતે વીજ પોલ દીઠ ખેડૂતોને ભાડું આપવામાં આવે. 1885 નો ધ ટેલિગ્રાફ એકટ રદ્દ થઈ ગયો છે તો તે કાયદા મુજબ નોટિસ શા માટે આપવામાં આવે છે ?? કલેક્ટર નોટિસ 1885 ના ટેલિગ્રાફ એકટ મુજબ આપે તો વળતર રાજ્ય સરકારના પરિપત્રો મુજબ શા માટે નક્કી કરે છે ? જે કાયદા મુજબ નોટિસ આપો એ જ કાયદા મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કંપનીઓ વીજ લાઈન પસાર કરી ખર્વો – નિખર્વો કમાવાના છે તો ખેડૂતોને નજીવું વળતર કેમ ? મિલકત અમારી તો વળતર બીજુ કોઈ નક્કી શા માટે કરે ?

જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાના હોય તો અમારે પણ વળતર નથી જોતું. કંપની એમનો ધીકતો ધંધો કરવા માટે અમારી મિલ્કતનો અમારી મરજી વગર ઉપયોગ કેવીરીતે કરી શકે ? બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે ખાનગી કંપનીઓ માટે સરકાર તેના પર તરાપ મારે છે. કાયદા મુજબ ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ ને સરકાર ખાનગી કંપનીઓને આપે છે. કંપની દ્વારા કરેલ દરેક કાગળ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી ? સરકાર અમને પૂરતું વળતર ના આપે, કંપનીના કાગળો ના આપે તો સરકાર ખેડૂત તરફી છે કે કંપની માટે ? તે જાહેર કરવામાં આવે.

(7:27 PM IST)