તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અધ્યક્ષતામાં ૭૭માં ગણતંત્ર દિવસની ઉજવણી

રાજકોટઃ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન ઈસુદાનભાઈ ગઢવી સાથે સાથે અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ તમામ ગુજરાતીવાસીઓને અને દેશવાસીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામનાઓ આપીને પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, હું તમામ ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણા દેશનું આ બંધારણ બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની સખત મહેનત અને ૬૦ દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવ્યું હતું. હું તમામ જનતાને અપીલ કરું છું કે તમામ લોકોએ ૨૬મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટ જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે, તેને ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવા જોઈએ.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
