<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

બગદાણા હુમલા કેસમાં જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરાયો: જામીનની માંગણી કોર્ટે નકારી

કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો

બગદાણામાં નવનીત બાલધિયા હુમલા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બાદ આજે રવિવારે તેને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  જયરાજના જામીનની માગ કોર્ટે ફગાવી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત તેના વકિલે જામીનની પણ માગ કરી હતી. જે કોર્ટે નકારી કાઢી છે અને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.  

 

(7:18 PM IST)