<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

અમદાવાદમાં બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી: રણજીત લુણીયા અને મયુર શાહના સ્થળોએ દરોડા: મિલ્કત જપ્ત

કાર્યવાહી દરમિયાન કુલ 8.30 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરાઈ: મોટી માત્રામાં કિંમતી ચીજવસ્તુઓ અને રોકાણો મળી આવ્યા

અમદાવાદમાં બેંક લોન છેતરપિંડીના એક ગંભીર મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ ચલાવી રહેલી EDની ટીમે શહેરના જાણીતા શખ્સો રણજીત લુણીયા અને મયુર શાહના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 8.30 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી છે.

 

ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટી માત્રામાં કિંમતી ચીજવસ્તુઓ અને રોકાણો મળી આવ્યા છે. 3.67 કરોડ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ જેમાં ઝવેરાત અને અન્ય કિંમતી સામાન સામેલ હોઈ શકે છે. કબજે કરવામાં આવી છે.

4.65 કરોડ રૂપિયાની અસ્થાયી સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે.

આ તપાસની શરૂઆત ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) દ્વારા કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR) મુજબ, આરોપીઓએ બેંક સાથે 9.95 કરોડ રૂપિયાની લોન મર્યાદાનો દુરુપયોગ કરીને ઠગાઈ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે રણજીત લુણીયા અને મયુર શાહે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને બેંકમાંથી લોન મેળવી હતી.

નિયમ મુજબ લોનની રકમ જે વ્યવસાય માટે લેવામાં આવી હોય તેમાં જ વાપરવાની હોય છે, પરંતુ આ કેસમાં આરોપીઓએ લોનના નાણાં બિઝનેસમાં લગાવવાને બદલે અન્ય વ્યક્તિગત ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ પ્રકારની નાણાકીય ગેરરીતિ સામે આવતા EDએ કાયદાનો ગાળિયો કસ્યો છે અને આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે

(8:37 PM IST)