<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

વાવ-થરાદના થરાદના કરબુણ ગામના ચેહર માતા અને આશાપુરા માતાજીના મંદિરમા ચોરી

મંદિર નજીકમાં લાગેલા CCTV મા શંકાસ્પદ ત્રણ શખ્સોની અવર જવર થઈ કેદ: બંને મંદિરોમાં માતાજીના કિંમતી આભૂષણ, રોકડ સહિત કરી ગયા ચોરી અજાણ્યા શખ્સો

વાવ-થરાદના થરાદના કરબુણ ગામના મંદિરમાં ચોરી થવા પામી છે. રાત્રિના સમયે થઈ કરબુણ ગામમા ચેહર માતા અને આશાપુરા માતાજીના મંદિરમા ચોરીની ઘટના બની હતી,. મંદિર નજીકમાં લાગેલા CCTV મા શંકાસ્પદ ત્રણ શખ્સોની અવર જવર થઈ કેદ થવા પામી છે. CCTV મા જોવા મળતા ત્રણ શખ્સો બંને મંદિરોમા ચોરીની અંજામ આપ્યાનું સ્થાનિકોને શંકા છે. બંને મંદિરોમાં માતાજીના કિંમતી આભૂષણ, રોકડ સહિત અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા  સ્થાનિકોએ CCTV આધારે થરાદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી, થરાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે .

 

(5:25 PM IST)