તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th January 2026
રાજકોટ-ગાંધીનગર વચ્ચે પ્રથમવાર દોડશે AC સીટર બસ
જાણો ભાડું-ટાઇમટેબલ અને રૂટઃ સાંજના સમયે મુસાફરી આરામદાયક વિકલ્પ

ગાંધીનગરઃ રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરતા રાજકોટથી ગાંધીનગર વચ્ચે પહેલીવાર એસી સીટર બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ગાંધીનગર જવા માટે માત્ર વહેલી સવારની જ સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હવે મુસાફરોને સાંજના સમયે પણ એસી બસનો વિકલ્પ મળી રહેશે.
આ સેવાનો પ્રારંભ: 20 જાન્યુઆરી, મંગળવારના રોજ રાજકોટ એસટી બસ પોર્ટ પરથી બસને ફ્લેગઓફ કરવામાં આવશે. આ મુસાફરી માટે મુસાફરોએ રૂ. 452 ભાડું ચૂકવવાનું રહેશે. આ બસ વાયા ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઈસ્કોન, નેહરુનગર અને રાણીપ થઈ ગાંધીનગર પહોંચશે.
રાજકોટ એસટી વિભાગના ડેપો મેનેજર એન.વી. હુમ્મરે જણાવ્યા મુજબ બસનું ટાઈમિંગ રાજકોટથી ગાંધીનગર: દરરોજ સાંજે ૪ કલાકે ઉપડશે અને રાત્રે ૯ કલાકે પહોંચશે. જયારે ગાંધીનગરથી રાજકોટ: સવારે 07:30 કલાકે ઉપડશે અને બપોરે 12:30 કલાકે રાજકોટ પહોંચશે.
હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા વિવિધ રૂટ પર પ્રીમિયમ સેવાઓ કાર્યરત છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ પર 10 વોલ્વો બસો દોડે છે. ભાવનગર, દીવ, ઉના, જામનગર, મોરબી અને જૂનાગઢ સહિતના 20 રૂટ પર AC સીટર સેવા ઉપલબ્ધ છે. ઈલેક્ટ્રિક બસ: જામનગર, રાજકોટ (હીરાસર) એરપોર્ટ અને જૂનાગઢ-સોમનાથ સહિતના રૂટ પર 23 ઈ-બસ કાર્યરત છે.
રાજકોટ-ગાંધીનગર વચ્ચે આ નવી સેવાથી ખાસ કરીને સાંજના સમયે મુસાફરી કરવા ઈચ્છતા નોકરિયાતો અને પ્રવાસીઓને મોટી રાહત મળશે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
