News of Friday, 16th January 2026
શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે 'નેશનલ સ્ટાર્ટઅપ ડે' ની ઉજવણી કરવામાં આવી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી રત્ન સિંહજી મહીડા કોમર્સ કોલેજ, રાજપીપળા ખાતે 'ઇનોવેશન સેલ' અંતર્ગત 'નેશનલ સ્ટાર્ટ અપ ડે' ની ઉજવણી કરવામાં આવી.16 જાન્યુઆરી, 2016 થી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયાની પહેલ શરૂ કરવામાં આવી હતી.ભારતમાં દર વર્ષે 16 જાન્યુઆરીને “રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા 2022માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ દેશના યુવાનોમાં નવીનતા ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે
. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો.હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રાધ્યાપક ડો. લકીરાજસિંહ ગોહિલ વિદ્યાર્થીઓને નવું સાહસ કે ઉદ્યોગ કઈ રીતે ઊભું કરી શકાય, તેની પ્રેરણા મળી રહે તે માટે સફળ ઉદ્યોગ સાહસિકોના ઉદાહરણ આપીને ઉદબોધન કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપિકા તથા ઇનોવેશન સેલના નોડલ ઓફિસર કિંજલબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને નોકરી શોધનાર કરતાં નોકરી આપનાર બનાવવા માટે પ્રેરણાદાયક ઉદબોધન કરવામાં આવ્યું હતું કોલેજની વિદ્યાર્થીની તડવી ત્રિવેણી દ્વારા નિષ્ફળતા માંથી ભૂલો શોધીને તે સુધારીને, તકોને ઝડપીને, કેવી રીતે સફળ ઉદ્યોગ સાહસિક બની શકાય તેના પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
