તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th January 2026
ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના સાનિધ્યમાં બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન; ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો ત્રિવેણી સંગમ સર્જાશે.
ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીત પરંપરાને જીવંત રાખવાનો એક પ્રયાસ : મહોત્સવમાં દેશભરના નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે.

અમદાવાદ :ગુજરાતના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક વારસારૂપ મોઢેરા સૂર્ય મંદિર ખાતે આગામી તારીખ ૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાવા જઈ રહ્યો છે. ઉત્તરાયણ પર્વ બાદ સૂર્યનારાયણના સાનિધ્યમાં યોજાતા આ મહોત્સવમાં દેશભરના નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે.
આ મહોત્સવ ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીત પરંપરાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે. રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉમટી પડશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
