તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 16th January 2026
પ્રાંતિજ પાસે કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા : મોટી આર્થિક ગરબડ હોવાની આશંકાથી તવાઈ
ઓફિસમાં પંદરથી વધુ આઈટી અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી:ટોલ પ્લાઝાના સ્થળેથી અનેક દસ્તાવેજી પુરાવાઓ ઊંડાણપૂર્વકની તપાસ માટે જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે
વહેલી સવારથી આઈટીના અધિકારીઓની વિવિધ ટીમોએ, સાબરકાંઠામાં દરોડા પાડ્યા છે. જેમાં એક ટીમે પ્રાંતિજ પાસે આવેલ કતપુર ટોલ પ્લાઝા પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે,આવકવેરાના અધિકારીઓએ ટોલ પ્લાઝાની કચેરી સહિત સંલગ્ન સ્થળે તપાસ હાથ ધરી છે. કતપુર ટોલ પ્લાઝાની ઓફિસમાં પંદરથી વધુ આઈટી અધિકારીઓ અને કર્મચારીઓએ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે.
આઈટી કાર્યવાહી દરમિયાન પોલીસ સહિતના સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો. ટોલ પ્લાઝાના વ્યવહારોમાં બહુ મોટી આર્થિક ગરબડ હોવાની આશંકાના આધારે આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, ટોલ પ્લાઝાના સ્થળેથી કરચોરીને લગતા અનેક દસ્તાવેજી પુરાવાઓ ઊંડાણપૂર્વકની તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કતપુર ટોલ પ્લાઝા પર આવકની સામે બહુ ઓછો ટોલટેક્સ દર્શાવવામાં આવતો હતો. જો કે આવકવેરાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સર્ચ કાર્યવાહી બાદ આઈટી દ્વારા વધુ કરચોરીની સંપૂર્ણ વિગતો જાહેર કરાશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
