<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમદાવાદમાં ફ્લાવર શોને જબરો પ્રતિસાદ :મુલાકાતીઓ માટે સમય વધારાયો: હવે રાત્રે 10 વાગ્યા સુધી મળશે પ્રવેશ

ફ્લાવર શોમાં નાગરિકોને વધુ સમય મળી રહે તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવેશના સમયમાં ફેરફાર કરાયો

અમદાવાદના રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યા હોવાથી, નાગરિકોને વધુ સમય મળી રહે તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવેશના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. 

અગાઉ ફ્લાવર શોમાં સામાન્ય જનતા  માટે રાત્રે 9 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, હવે આ સમયમાં વધારો કરીને રાત્રે 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. એટલે કે હવે શહેરીજનો રાત્રે એક કલાક મોડા સુધી ફ્લાવર શોના આકર્ષણો નિહાળી શકશે.

સમયના નવા આયોજન મુજબ VIP મુલાકાતીઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  રાત્રે 9 થી 10 વાગ્યા સુધી VIP એન્ટ્રી રાખવામાં આવી હતી. હવે VIP એન્ટ્રી સવારના સમયે એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધી રહેશે.

(12:26 AM IST)