<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

મહેસાણાના લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ: એક યુવકને ગંભીર ઇજા : 11 સામે નોંધાયો ગુનો

જાનથી મારી નાખવાના ઈરાદાથી પેટમાં છરી અને માથામાં પાઇપ ઝીંકી: પતંગની અદાવતમાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો

મહેસાણાના લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે લોહિયાળ જંગ થયો હતો, જે મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી, 

 જાણવા મળ્યા મુજબ રામાપીર ચોક પાસે પતંગના પેચ લડાવવા બાબતે બે જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક પક્ષે છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા થઈ હતી. જાનથી મારી નાખવાના ઈરાદાથી પેટમાં છરી અને માથામાં પાઇપ ઝીંકી હતી , સામસામે કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયો હતો  પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે  ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે  ઉત્તરાયણના પર્વે પતંગની અદાવતમાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે 

(11:33 PM IST)