તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
સુરતના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત
જય રાધે સોસાયટીમાં ધાબા પર મંટુ નામની કિશોરી પતંગ ચગાવતા ચગાવતા અચાનક નીચે પટકાઈ ગઈ હતી

સુરત શહેરના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત થયું છે. જય રાધે સોસાયટીમાં ધાબા પર મંટુ નામની કિશોરી પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતા ચગાવતા કિશોરી અચાનક નીચે પટકાઈ ગઈ હતી. ઘટનાને લઈને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કિશોરીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. કિશોરીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી. કિશોરીનું અચાનક મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો છે. સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
