<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ કોન્ટ્રાકટર પાસે પૈસા પડાવતા હોવાના આક્ષેપ :કચેરીમાં વિરોધ પ્રદર્શન

કોંગી કાર્યકરોએ પાલિકા કચેરીમાં બાળકોની રમતના નકલી રૂપિયા ઉડાડ્યા. પ્રમુખ અને તેમના પતિની તસ્વીર સામે પૈસાનો ઢગલો કરાયો હતો.

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ કોન્ટ્રાકટર પાસે પૈસા પડાવતા હોવાનો કોંગેસે ઓડિયો જાહેર કર્યો હતો. અંકલેશ્વરમાં કોંગ્રેસે પાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઢોલનગારા સાથે કોંગી નગરસેવકો અને કોંગી કાર્યકરો પાલિકા કચેરી પહોંચ્યા હતા. ભ્ર્ષ્ટાચારી પ્રમુખ લલિત રાજપુરોહિતને પદ પરથી દૂર કરવાની માંગ કરાઈ છે. કોંગી કાર્યકરોએ પાલિકા કચેરીમાં બાળકોની રમતના નકલી રૂપિયા ઉડાડ્યા. પ્રમુખ અને તેમના પતિની તસ્વીર સામે પૈસાનો ઢગલો કરાયો હતો. 

  અંકલેશ્વર પાલિકા પ્રમુખ અને તેના પતિનો કોન્ટ્રાક્ટર પાસેથી કથિત 50 હજાર માંગ્યા હોવાનો ઓડિયો વિપક્ષે વાયરલ કર્યો છે. જેને લઇ પાલિકા રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પાલિકા પ્રમુખનો દાવો ઓડિયો કલીપમાં કોન્ટ્રાક્ટરના રૂપિયા કાપવા માટે વાત હતી માંગ નહિ કર્યો છે. તો વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ અને તેમના પતિ પર સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ મૂકી સવાલ ઉઠાવ્યા હતા અને ઓડિયોમાં પાલિકા પ્રમુખ પ્રમુખ ના હસ્તક્ષેપને લઇ વહીવટ સામે પણ સામે પણ સીધા પ્રહાર કર્યા હતા.

(7:02 PM IST)