<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગુજરાતમાં આ મહિનાના અંતમાં વાતાવરણમાં પલ્‍ટો આવશે !

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી કમોસમી વરસાદની સંભાવના : અંબાલાલ પટેલ

અમદાવાદ : ગુજરાતભરમાં હાડ થિજવતી ઠંડી વચ્‍ચે કેટલાક સ્‍થળોએ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. ત્‍યારે અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે.

૨૨ જાન્‍યુઆરી પછી સિઝનનો પ્રથમ મજબૂત પヘમિી વિક્ષેપની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્‍યું કે ઉત્તર-પヘમિ ભાગોમાં તેની ભારે અસર થવાની સંભાવના છે. ૨૨ થી ૨૭ જાન્‍યુઆરી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ તથા ભારે બરફ વર્ષા થવાની શકયતા રહેશે. જ્‍યારે ૩૦ જાન્‍યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાંની શકયતા છે.

હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે કહ્યું, ‘‘૧૬-૧૭ જાન્‍યુઆરીએ પヘમિી વિક્ષેપ આવશે, જેના કારણે દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થવાની શકયતા રહેશે. એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના હવામાનમાં પલટો આવી શકે છે. પヘમિી વિક્ષેપ પછી ગુજરાતમાં ફરી ઠંડી આવવાની શકયતા રહેશે. પરંતુ ૨૨ જાન્‍યુઆરી પછી આ સિઝનનો પ્રથમ મજબૂત પヘમિી વિક્ષેપ આવશે. આ પ્રથમ પヘમિી વિક્ષેપ હશે જેને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી લઈને છેક મેદાની ભાગો સુધીમાં કમોસમી વરસાદની શકયતા રહેશે. પવનની ગતિ, પવનના તોફાનો, ગાજવીજ, કરા પડવા અને ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાની શકયતા રહેશે. જમ્‍મુ-કાશ્‍મીરનું લઘુતમ તાપમાન શૂન્‍યથી નીચું જવાની શકયતા રહેશે. દેશના ઉત્તરના પહાડી પ્રદેશોમાં પણ તાપમાન શૂન્‍યથી નીચું જવાની શકયતા રહેશે.''

‘‘ગુજરાતનાં ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી જવાની શકયતા રહેશે. જાન્‍યુઆરી મહિનામાં હજુ હાડ થિજવતી ઠંડી રહેશે અને બીજા મજબૂત પヘમિી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શકયતા રહેશે. સામાન્‍ય રીતે ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી, મધ્‍ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી, પヘમિ સૌરાષ્‍ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શકયતા રહેશે. એટલે જાન્‍યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં હવામાનમાં ઘણા પલટાં આવશે અને ૧૨ ફેબ્રુઆરી પણ વાતાવરણમાં પલટો આવી શકે છે

(3:03 PM IST)