તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
ભારતની ‘પંચ પરમેશ્વર'ની પ્રાચીન પરંપરા હણોલ ગામે જીવંત થઈ છે :શિવરાજસિંહ ચૌહાણ
ગ્રામજનોની ભાવનાથી સાકાર થયેલ આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રી : ગ્રામસભા પૂર્વે ગામમાં રંગબેરંગી વાતાવરણ વચ્ચે સામૈયા સાથે જુવારા યાત્રાનું આયોજન : વિકાસકાર્યોના ઉપક્રમો યોજાયા હતા તેમજ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વળક્ષારોપણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧પઃ ગુજરાતના ગૌરવરૂપ અને ગ્રામજનોની એકતાની ભાવનાથી ઊભા થયેલ આત્મનિર્ભર હણોલ ગામથી કેન્દ્રીય કળષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રભાવિત થયા હતા અને ગામની એકતા તથા સમર્પણભાવને બિરદાવ્યા હતા.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતળત્વમાં હણોલ ગામ ખાતે યોજાયેલ વિશાળ ગ્રામસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
આત્મનિર્ભર હણોલ મહોત્સવના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ઙ્કગામડાના સર્વાંગી વિકાસથી જ રાષ્ટ્રનો વિકાસ શકય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ગોહિલવાડના હણોલ ગામમાં જોવા મળે છે.ઙ્ઘ તેમણે ગામની સાંસ્કળતિક પ્રવળત્તિઓ નિહાળી અને તેમાં સહભાગી બની ગ્રામજનોના ઉત્સાહને વધાવ્યો હતો.
શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, ઙ્કઆ વિકાસ માત્ર સરકારના નાણાંથી નહીં પરંતુ ગ્રામજનોની ભાવનાથી થયો છે. ગામની એક એક વ્યક્તિ અને એક એક વળક્ષમાં આત્મનિર્ભરતાની સંવેદના સ્પષ્ટ અનુભવી શકાય છે.ઙ્ઘ તેમણે પોતાના સાથી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતળત્વ અને દૃષ્ટિને પણ બિરદાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓ આપેલી છે અને એ જ સંસ્કાર અહીંના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે.
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયાએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, માટીમાં રહેલી પ્રતિભાને યોગ્ય સુવિધાઓ મળે તો વિકાસ સ્વયં સિદ્ધ થાય છે, જે હણોલ ગામે સાબિત થયું છે. તેમણે શિક્ષણ, કળષિ, સ્વચ્છતા સહિતના વિવિધ વિકાસ ઉપક્રમોની માહિતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ પહોંચાડવાની વાત કરી અને સમગ્ર ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ આત્મનિર્ભર ગામનું હણોલ ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવ્યું અને ગ્રામ્ય પરંપરાની આકર્ષક રજૂઆતને બિરદાવ્યું હતું.
રાજ્યના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હણોલમાં આદર્શ ગામની સંકલ્પના સાકાર થયાનું જણાવી રાજ્ય સરકાર દ્વારા અહીં વિશેષ કળષિ પ્રકલ્પ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
ગ્રામસભા પૂર્વે ગામમાં રંગબેરંગી વાતાવરણ વચ્ચે સામૈયા સાથે જુવારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકાસકાર્યોના ઉપક્રમો યોજાયા હતા તેમજ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વળક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. (કૌશિકભાઈ-માહિતી ખાતુ-ભાવનગર)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
