તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
મનરેગા યોજનાનું બીજેપી દ્વારા નામ બદલવાના વિરોધમાં નર્મદા કોંગ્રેસ દ્વારા ઉપવાસ અને વિરોધ પ્રદર્શન

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) ની આગેવાનીમાં મનરેગા યોજના જે નામ બિજેપી સરકાર દ્વારા બદલવામાં આવ્યુ છે તેના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી), પુર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ઉપ પ્રમુખ માલવ બારોટ, ઉપ પ્રમુખ રોહિત પટેલ, તાલુકા પ્રમુખો, જીલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખો, દરેક ફ્રન્ટલ ના પ્રમુખ, કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
