તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
રાજુવાડીયા સહકારી જિનના પ્રમુખની ચૂંટણીમાં સહકારી આગેવાનના " ખાસ ગણાતા " ઉમેદવારનો પરાજય
નર્મદા સુગર ચેરમેનના વિસ્તારમાં પરિવર્તનના પવનની શરૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ રાજુવાડીયા સહકારી જિનના પ્રમુખની ચૂંટણીમાં જિલ્લાના પીઢ આગેવાન અને નર્મદા સુગર ચેરમેનના ખાસ મનાતા ઉમેદવારનો પરાજય થતા " પરિવર્તન ના પવન ફૂંકાવાની શરૂઆત થઇ ગઈ છે .
પ્રાપ્ત માહિતી મુજબ રાજુવાડીયા સહકારી જિનના પ્રમુખ જગદીશ પટેલનું અવસાન થતા ખાલી પડેલ ચેરમેન પદની ચૂંટણી યોજાતા મંડળીના કુલ 15 ડિરેક્ટર પૈકી 13 ડિરેક્ટર હાજર રહ્યા હતા .ત્યારે પ્રમુખ પદ માટે નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલના ખાસ મનાતા ભાસ્કર પટેલે ઉમેદવારી નોંધાવી હતી જે સામે ગુજકોમાસોલના ડિરેક્ટર સુનિલ પટેલે તેમના ઉમેદવાર ચંદ્રકાન્ત પટેલની ઉમેદવારી નોંધાવતા થયેલ મતદાનમાં ચંદ્રકાન્ત પટેલને આઠ મત મળ્યા હતા જયારે ભાસ્કર પટેલને પાંચ મત મળતા તેમનો પરાજય થયો હતો . સહકારી આગેવાનો આ ચૂંટણી પરિવર્તનના પવન સાથે સરખાવે છે કારણ કે રાજુવાડીયા વિભાગ ઘનશ્યામ પટેલનો વિસ્તાર છે ત્યારે તેમના વિસ્તારની મંડળીમાં તેમના " ખાસ "નો પરાજય એ આગામી દિવસોમાં યોજાનારી નર્મદા સુગરની ચૂંટણીમાં પણ પરિવર્તનનો સંકેત આપે છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
