તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 12th January 2026
રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તાર સહિતના માર્કેટમાં ખરીદી જામી
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યોઃઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જામી

અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આજે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પણ કરાવ્યો છે.
ત્યારે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં જઈ રહ્યાં છે. પતંર અને દોરીના સ્ટોલ પાસે લોકોની ભીડ જામી છે. અમદાવાદ શહેરમાં રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તાર સહિતના માર્કેટમાં ખરીદી જામી છે.
અમદાવાદના રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તારમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે. પતંગ રસીયાઓ પતંગ ખરીદવા બજારમાં પહોંચ્યા છે. ગત વર્ષ કરતાં પતંગના ભાવમાં આ વખતે ભારે વધારો થયો છે. ગત વર્ષના ૧૩૦ રૃપિયાના ભાવ સામે આ વર્ષે એક કોડી પતંગનો ભાવ ૧૫૦ રૃપિયા થયો છે. કોડીએ પતંગના ભાવમાં ૨૦ રૃપિયા કરતાં વધુનો વધારો થયો છે. દોરીની વાત કરીએ તો પાંચ હજાર વાર દોરીની ફિરકી એક હજારની સામે ૧૨૦૦ રૃપિયામાં વેચાઈ રહી છે.
આ વખતે ઊંધિયુ, જલેબી અને ચિક્કીના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધારો હોવા છતાં લોકો તહેવારની મસ્ત બનીને ઉજવણી કરી રહ્યાં છે. તહેવારની મોજ માટેની ઉજવણીમાં લોકો ભારે ખરીદી પણ કરી રહ્યાં છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
