તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર:જુના જોગીઓએ બાજી મારી
13 માંથી 12 જૂના ડિરેક્ટર ફરી નવા બોર્ડમાં પરત ચૂંટાયા: APMCના પૂર્વ વાઈસ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ હાર્યા

સાબરકાંઠા: હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. ચૂંટણીમાં ફરી જુના જોગીઓએ બાજી મારી છે. 13 ડિરેક્ટર માટેની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. પરિવર્તનના નામે પેનલ રચી ચૂંટણી લડનારાઓની કારમી હાર થઈ છે. પરિવર્તન પેનલના તમામ ઉમેદવાર ચૂંટણીમાં હાર્યા છે. હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ કાંકણોલવના પૂર્વ સરપંચની કારમી હાર થઈ છે. APMCના પૂર્વ વાઈસ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ હાર્યા છે. 13 માંથી 12 જૂના ડિરેક્ટર ફરી નવા બોર્ડમાં પરત ચૂંટાયા છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
