તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
વજુભાઇ કે જન્મદિન પર સભી મિલે, દેખો, આજ ખુશીઓ કે ગુલશન ખિલે...
કર્ણાટકના પુર્વ રાજયપાલનો ૮૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા., ૧૨: કર્ણાટકના રાજયપાલ જેવી મોભાદાર જગ્યા પર રહી ચુકેલા શ્રી વજુભાઈ આર.વાળાનો જન્મ તા. ૧૨ જાન્યુઆરી ૧૯૩૮ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૮૯માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.
રાજકોટવાળા શ્રી વજુભાઇ વાળાનું જાહેર જીવન કમળ સંગે ગુલાબની જેમ મહેકી રહયું છે. રાજકોટ પヘીમ બેઠક પરથી ૭ વખત ધારાસભ્ય તરીકે ચુંટાવાનો અને ગુજરાતમાં નાણામંત્રી તરીકે ૧૮ થી વધુ વખત બજેટ રજુ કરવાનો વિક્રમ તેમના નામે છે. અગાઉ રાજકોટના મેયર હતા ત્યારે પાણીવાળા મેયર તરીકે લોકપ્રિય બનેલા. રાજયમાં નાણા ઉપરાંત સહકાર, મહેસુલ, ઉર્જા, શ્રમ રોજગાર, વાહન વ્યવહાર વગેરે વિભાગના મંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ તરીકે રહી ચુકેલા છે. બે વખત પ્રવેશ પ્રમુખપદ સંભાળવા કેબીનેટ પ્રધાનપદનો ત્યાગ કરીને તેમણે પાર્ટી નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ. તેમને વિવિધ નામાંકીત સંસ્થાઓ દ્વારા ગૌરવપુર્ણ એવોર્ડ મળેલા છે. સામાન્ય માણસ સાથે પણ આત્મીયતા કેળવી શકવાનો તેમના ગુણ વિશેષ છે. રમુજવળતી માટે જાણીતા છે.
જનસંઘ વખતથી જાહેર જીવનમાં રહેલા શ્રી વજુભાઈ વાળા એડવોકેટ તરીકે લેબરના ફિલ્ડમાં બેકીંગ ક્ષેત્રે રાજકોટ નાગરીક બેંકને નાના માણસોની મોટી બેંક બનાવાનું રાજકોટના પાણીવાળા મેયર તરીકે હોય ધારાસભ્ય હોય કે સમગ્ર દેશમાં સૌથી વધુ બજેટ રજુ કરનાર ગુજરાતના નાણામંત્રી હોય. ગુજરાત વિધાનસભાને એક પણ મીનીટ સત્રને મુલત્વી રાખવા ન દઈ વિધાનસભાના અધ્યક્ષ તરીકે હોય ધશસ્વી કાર્ય કરી ગુજરાતના રાજકારણમાં આગવી ભુમિકા અને સચોટ વહીવટી કામગીરીના નિષ્ણાંતની ભુમિકાથી નામના મેળવનાર રહયા છે.
મો. ૯૮૨૪૦ ૪૩૬૩ર અને ૯૮૨૪૧ ૧૨૪૧૪ રાજકોટ.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
