તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી મંદિર પરિસરમાં ભાવપૂર્વક ૐકાર જાપ કર્યા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૧રઃ રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મંત્રીશ્રી એ સોમનાથ મંદિર પરિસરમાં બેસી ને સોમનાથની આધ્યાત્મિક ચેતનાને અનુભવતા ભાવપૂર્વક ૐકાર જાપ પણ કર્યા હતા જેમાં તેમની સાથે પરિવાર પણ સહભાગી થયો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રી સોમનાથ મહાદેવના પાવન મંદિર પરિસરમાં ઋષિકુમારો દ્વારા ૭૨ કલાકના અખંડ ૐકાર જાપ યોજાઈ રહ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત આ આધ્યાત્મિક અનુષ્ઠાન દ્વારા ભારતની પ્રાચીન સંસ્કળતિ, શ્રદ્ધા અને રાષ્ટ્ર સ્વાભિમાનની ભાવનાને નવી દિશા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાતા વિવિધ ધાર્મિક, સાંસ્કળતિક અને રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે, જેનાથી સોમનાથની આધ્યાત્મિક મહત્તા વધુ ઉજાગર થઈ રહી છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
