તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
ઝાલાવાડી ખાખરીયા પાટીદાર પ્રગતિ મંડળ વિરમગામનો વાર્ષિક સમારોહ યોજાયો
વિરમગામ ખાતે સ્વ.ભરતભાઈ નરસિંહભાઈ પટેલના સ્મરણાર્થે નવનિર્મિત શ્રી ઉમિયા વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શ્રી ઝાલાવાડી ખાખરીયા પાટીદાર સોસાયટીમાં ધારાસભ્ય હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટ, તથા હાર્દિકભાઈ પટેલના પરીવારના મુખ્ય દાન, સોસાયટીના જનભાગીદારીના પ્રયાસોથી સ્વ.ભરતભાઈ નરસિંહભાઈ પટેલના સ્મરણાર્થે નવનિર્મિત શ્રી ઉમિયા વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સમાજ વાડીમાં ઝાલાવાડી ખાખરીયા પાટીદાર પ્રગતિ મંડળ વિરમગામનો વાર્ષિક સમારોહ યોજાયો હતો. આ સમાજ વાડીના નિર્માણમાં જે પણ દાતાઓએ ક્ષમતા અનુસાર સહયોગ આપ્યો છે તે સૌનો હાર્દિકભાઈએ આભાર માન્યો હતો.
હાર્દિકભાઈ પટેલે કહ્યું કે શ્રી ઝાલાવાડી ખાખરીયા પાટીદાર સોસાયટીમાં સમાજ વાડી બને તે માટે સમાજના અનેક મોભીઓએ સામૂહિક પ્રયાસ કર્યા હતા પરતું કોઈ કારણસર એ કાર્ય પૂર્ણ ના થયું, આજે શ્રી ઉમિયા વાડીનું સ્વપ્ન પૂર્ણ થતા સમાજના અનેક નામી-અનામી આગેવાનો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. આજના શુભ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવા બદલ શ્રી ઝાલાવાડી ખાખરીયા પાટીદાર સોસાયટીના વડીલો, યુવાનો અને માતા-બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
