તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
નર્મદા કિનારે આવેલા તમામ આશ્રમમાં રહેતા સાધુ સંતોનું આઈકાર્ડ ચેક કરવામાં આવે તેવી માંગ
જિલ્લા સંત સમિતિ દ્વારા આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરી છે, પરંતુ આ દિશામાં કંઈ જ કાર્યવાહી થઈ નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા જન હિત માટે નર્મદા કિનારે આવેલા તમામ આશ્રમમાં રહેતા સાધુ સંતોનું આઈકાર્ડ ચેક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે છતાં તંત્ર આ બાબતને ગંભીરતાથી નહીં લેતા જિલ્લા સંત સમિતિ ના જિલ્લા મંત્રી સદાનંદ મહારાજએ નારાજગી વ્યક્ત કરી છે.
નર્મદા જિલ્લો ખૂબ જ આધ્યાત્મિક ઊર્જાથી ભરેલો છે, વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે ખૂબ જ પ્રતિષ્ઠિત મહાનુભાવો આપણા વિસ્તારમાં આવતા હોય છે ત્યારે સંવેદનશીલ પ્રશાસન પાસે એક આશા અપેક્ષા છે કે નર્મદા કિનારે આવેલા તમામ આશ્રમમાં રહેતા સાધુ સંતોનું આઈકાર્ડ ચેક કરવામાં આવે કેટલા ટાઈમ થી રહે છે, જન્મભૂમિ ક્યાં છે વર્તમાન પ્રવૃત્તિ શું છે તે ખાસ તપાસ કરવામાં આવે તે જન હિતમાં છે
અગાઉ જિલ્લા કલેકટરને રજૂઆત કરેલી કે નર્મદા જિલ્લામાં આવેલા આશ્રમોની યાદી બનાવવામાં આવે ચોક્કસ જન્મભૂમિ ક્યાં છે કર્મ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર ક્યાં છે તે વિષયોને તપાસ કરવામાં આવે જિલ્લા સંત સમિતિ દ્વારા આ બાબતે અગાઉ કલેક્ટર ને રજૂઆત કરેલ છે પરંતુ આ દિશામાં કંઈ જ કાર્યવાહી થઈ નથી તો દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટે તો જવાબદાર કોણ..? તેમ જિલ્લા સંત સમિતિ એ સવાલ કર્યા છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
