<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સિગારેટનો ભાવ વધ્‍યો નથી છતાં કેટલાક વેપારીઓએ ૨૫% વધારો વસૂલવાનું શરૂ કર્યું

સિગારેટના ભાવ અંગે હાલમાં બજારમાં ગેરસમજ અને અફરાતફરીનો માહોલ : ફેબ્રુઆરીમાં સરકારે સિગારેટ અને તમાકુ ઉત્‍પાદનો પર ૪૦ ટકા જીએસટીની જાહેરાત કરી છે, લાગુ કર્યો નથી

અમદાવાદ,તા.૧૦: કેન્‍દ્ર સરકારે ફેબ્રુઆરીમાં સિગારેટ અને તમાકુ ઉત્‍પાદનો પર ૪૦ ટકા જીએસટીની જાહેરાત કરી છે ત્‍યારે સિગારેટના ભાવ અંગે હાલમાં બજારમાં ગેરસમજ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્‍દ્ર સરકારે ટેક્‍સના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, પરંતુ તે હજુ અમલમાં આવ્‍યો નથી, છતાં કેટલાક વેપારીઓ અત્‍યારથી જ ભાવ વધારો વસૂલી રહ્યા છે. સિગારેટનો ભાવ વધ્‍યો નથી છતાં કેટલાક વેપારીઓ ૨૫ ટકા વધારો લેવાનો શરૂ કરી ધીધું છે. નિયમ મુજબ, કોઈપણ વસ્‍તુ તેની છાપેલી કિમત (MRP) કરતા વધુ ભાવે વેચી શકાય નહીં. આમ છતાં, સિગારેટના કિસ્‍સામાં ખુલ્‍લેઆમ કાયદાનું ઉલ્‍લંઘન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા આ બાબતે કોઈ કડક તપાસ કરવામાં ન આવતા વેપારીઓને મોકળું મેદાન મળી ગયું છે. તેમ નવગુજરાત સમયના મયુર જોષીનો અહેવાલ જણાવે છે.

સરકારે સિગારેટ અને અન્‍ય તમાકુ ઉત્‍પાદનો પર નવી એક્‍સાઈઝ ડ્‍યૂટી અને ૪૦% GST લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવો ભાવ વધારો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવવાનો છે. જોકે, ફેબ્રુઆરી પહેલા વેચાઈ રહેલી સિગારેટ જૂના સ્‍ટોકની છે અને તેના પર કંપનીએ ભાવ વધાર્યો નથી. તેમ છતાં, ‘ભાવ વધવાના છે' તેવી અફવા ફેલાવીને વેપારીઓ ગ્રાહકો પાસેથી અત્‍યારથી જ વધુ રૂપિયા પડાવી રહ્યા છે.  નવી એક્‍સાઈઝ ડ્‍યૂટી મુજબ, સિગારેટની લંબાઈ અને ફિલ્‍ટરના આધારે ભાવમાં ૧૫% થી ૪૦% સુધીનો વધારો થઈ શકે છે. સિગારેટનો પ્રકાર અંદાજિત વધારો(પ્રતિ સ્‍ટીક)નાની સિગારેટ(૬૫ mm સુધી)રૂ.૨.૦૦થી રૂ.૨.૧૦ મિડિયમ સિગારેટ (૬૫-૭૦ mm)રૂ.૩.૬૦ થી રૂ.૪.૦૦ પ્રીમિયમ/લાંબી સિગારેટ (૭૦-૭૫ mm)રૂ.૫.૪૦થી વધુ ભાવ વધારો લેવાની શરૂઆત થઇ ગઇ છે. હાલ તો વેપારી પેકેટ પર છાપેલી કિમત(MRP) કરતા વધુ ભાવ લઇ રહ્યાં છે, તો તે કાયદેસરનો ગુનો છે. આમ છતાં અત્‍યારથી જ વેપારીઓ ભાવ લૂંટી લઇ રહ્યાં છે.

અમદાવાદમાં લગભગ તમામ જગ્‍યાએ સિગારેટનું વેચાણ કાલુપુરના પાન માર્કેટમાંથી કરવામાં આવે છે. પાન માર્કેટને સિગારેટનું હબ કહેવામાં આવે છે. ત્‍યાંના કેટલાક મોટા ગજાના વેપારીઓએ ભાવ વધારો થાય તે પહેલાં જ જૂના ભાવે સિગારેટનો મોટો સ્‍ટોક કરી લીધો છે. ત્‍યાંથી જ સિગારેટની કાળાબજારી શરૂ થઇ છે. હાલ સિગારેટની કૃત્રિમ તંગી માર્કેટમાં ઉભી કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓ છુટક વેપારીઓ પાસેથી વધુ ભાવ લઇ સિગારેટના પેકેટ આપી રહ્યાં છે. જેથી છુટક વેપારીઓ પણ ગ્રાહકોને લૂંટી રહ્યાં છે.

છેલ્‍લા કેટલાક દિવસોથી શહેરના અનેક વિસ્‍તારોમાં ચોક્કસ બ્રાન્‍ડની સિગારેટનો સ્‍ટોક હોવા છતાં વેપારીઓ ‘માલ નથી' કહી રહ્યા છે. હોલસેલ વેપારીઓએ પોતાનો જૂનો સ્‍ટોક દબાવી દીધો છે, જેથી જ્‍યારે ભાવ વધારો જાહેર થાય ત્‍યારે તેઓ જૂના માલ પર નવો અને ઊંચો ભાવ વસૂલીને મસમોટો નફો કમાઈ શકે. આ સ્‍થિતિથી નાના ગલ્‍લાવાળાઓ પણ ગ્રાહકો પાસેથી છૂટક સિગારેટ પર રૂ. ૨થી ૫ વધુ વસૂલી રહ્યા છે.

બ્રાન્‍ડ    પેકેટપહેલા   હાલ

ગોલ્‍ડફલેક      ૧૦૦  ૧૨     ૧૫-૧૬

ફોરસ્‍કવેર       ૯૫   ૧૦     ૧૩-૧૪

એડવાન્‍સ       ૩૯૦  ૨૦     ૨૫

માઇલ્‍ડ  ૩૯૦  ૨૦   ૨૫

ક્રશ      ૯૦    ૧૦   ૧૩-૧૪

કનેક્‍ટ  ૧૯૦   ૨૦     ૨૫

(10:59 AM IST)