News of Saturday, 10th January 2026
૧૭ વર્ષ પહેલા હત્યા કરનાર સંતોષને સુરત પોલીસે તમિલનાડુ સુધી પહોંચી ઉઠાવી લીધો...
ઓરિસ્સાના સંતોષે સુરતમાં હત્યા કરી અને વર્ષો સુધી સાઉથના રાજ્યમાં છુપાયો..પણ બચી શકયો નહિ PCB/ DCB/ SOG માફક ઉધના પોલીસ પણ હવે તંદુરસ્ત સ્પર્ધામાં જોડાતા સીપીએ પીઠ થાબડી

રાજકોટ, તા.૧૦: પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનાનો વોન્ટેડ ઇન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસમાં સારી કામગીરી કરવાની તંદુરસ્ત સ્પર્ધા ચાલતી હોય તેમ ડીસીબી/ Sog/ અને PCB સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ સક્રિય બનતા હત્યાના મામલામાં ૧૭ વર્ષથી વોન્ટેડ શખ્સને સુરતની ઉધના પોલીસની વિશેષ ટીમો ઉઠાવી લાવી સુરતથી ખૂબ લાંબા અંતરે તમિલનાડુ પોહચી ઉઠાવી લેવાતા અપરાધીઓમાં ફફડાટ મચ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી સીપી, સ્પેશ્યલ સીપી વાંબાગ જમીર, ડીસીપી ડો કાનન દેસાઈ અને એસીપી વી એમ.જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન. ઝાંબરેના નેતળત્વ હેઠળની ટીમના PSI એસ. ઝેડ પટેલ તથા પોલીસ સ્ટાફના કમલેશભાઈ અને ભાવેશભાઇ તથા નાગેન્દ્રસિંહ સહિતની ટીમ દ્વારા ટેક્રિકલ સર્વેલેન્સ અને બાતમીદારોના નેટવર્ક આધારે કરી મૂળ ઓરિસ્સાના વતની સંતોષને ઝડપી લીધેલ.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
