તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 10th January 2026
૧૧ વર્ષની દીકરીની કસ્ટડી માટે રાજકોટના ડોક્ટરની હાઈકોર્ટમાં ધા
ગોંડલની ફેમિલી કોર્ટે દીકરીની કસ્ટડી માતાને સોંપવાનો આદેશ કર્યો હતો

અમદાવાદ તા.૧૦: રાજકોટના એક પુરુષે પત્ની પાસેથી !! વર્ષીય દીકરીની કસ્ટડી મેળવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. ગોંડલની ફેમિલી કોર્ટે માતાને કસ્ટડી સોંપવાનો આદેશ કર્યો હતો, જેની સામે અરજદારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, આ કેસમાં હાઇકોર્ટે પણ ગોંડલની કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યો હતો અને કસ્ટડી માતાને આપવાનું વલણ અપનાવ્યું હતું. તેથી અરજદાર પિતાએ હાઇકોર્ટના આદેશ સામે અપીલ કરવા માટે સ્ટે માગતા હાઈકોર્ટે હાલ છ સપ્તાહનો સ્ટે આપ્યો છે.
ફાર્માસિસ્ટ માતા પાસેથી ૧૧ વર્ષીય દીકરીની કસ્ટડી માગતી ડોક્ટર પિતાની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દીકરી પિતા પાસે હતી ત્યારે તે ભણવામાં અવ્વલ હતી. તે ઈતર પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરતી હતી. તે પ્રાણીઓ અને સરિસૃપો સાથે મિત્રતાનો ભાવ રાખતી હતી. તે એનિમલ રેસ્ક્યુ શીખી રહી હતી. આ એક સ્કીલ છે. જોકે, ફેમિલી કોર્ટે એનિમલ રેસ્ક્યુને દીકરી માટે સુરક્ષિત ગણાવ્યું ન હતું.
વધુમાં રજૂઆત કરાઈ હતી કે, માતા તેની દીકરીને મલેશિયા જવા દેતી નથી. તેનો પાસપોર્ટ માતા પાસે છે. ફેમિલી કોર્ટના નિર્દેશ છતાં પાસપોર્ટ અંગે કોઈ ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ મૂકાયા નહોતા. ફેમિલી કોર્ટનું માનવું છે કે, સગીર દીકરી કોની સાથે રહેવા માગે છે તે માત્ર તેની ઈચ્છા નહીં, પરંતુ તેના ભવિષ્ય અને સુવિધાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. પિતાના ઘરમાં કોઈ મહિલા સભ્યો નથી, પરંતુ તેમણે મહિલા કેર ટેકર રાખી છે.
દીકરીની માતા વતી રજૂઆત થઈ હતી કે, અરજદાર પિતા એક ડોક્ટર છે, જે પોતાના વ્યવસાયને કલાકો આપે છે. ઈમરજન્સીમાં પણ તેમને બહાર જવાનું થાય તો દીકરીનું ઘરે ધ્યાન રાખવા કોઈ મહિલા સભ્ય નથી. માતાથી ચાર વર્ષ દૂર બાળકી પિતાની કસ્ટડીમાં હતી. માતાએ કોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦માં પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો.
આ કેસમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે, દીકરીના સર્વગ્રાહી ઉછેર માટે તેનું માતા સાથે રહેવું જરૂરી છે. તેમ છતાં પિતાને પોતાની દીકરી સાથે મળવાનો પૂરો હક છે. દીકરી ૧૧ વર્ષની છે અને હવે એ કિશોરાવસ્થામાં પગ મૂકશે ત્યારે માતાની એને જરૂર પડશે.(૩૮.૩)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
