<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બનાસકાંઠા જિલ્લામાં ઓરીનો રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં ;એક મહિનામાં 26 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

ધાનેરા તાલુકામાં કેસ વધતા આરોગ્ય કમિશનરે જિલ્લાની મુલાકાત લીધી:ધારાસભ્ય માવજી દેસાઈની આરોગ્ય કમિશનર સાથે બેઠક : ગ્રામ્ય વિસ્તારમાં ઓરીના રસીકરણ માટે 48 ટીમો બનાવાઈ

બનાસકાંઠા: જિલ્લામાં ઓરીનો રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. એક મહિનામાં 26 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયુ છે. ધાનેરા તાલુકામાં કેસ વધતા આરોગ્ય કમિશનરે જિલ્લાની મુલાકાત લીધી હતી. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની પણ આરોગ્ય કમિશનર સાથે બેઠક થઈ હતી. ધાનેરા તાલુકામાં ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયુ છે. આશાવર્કર બહેનો અને હેલ્થ વર્કર્સ દ્વારા ઘરે-ઘરે તપાસ હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઓરીના રસીકરણ માટે 48 ટીમો બનાવાઈ છે.  9 મહિનાથી 5 વર્ષના બાળકોને ઓરીનો બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર વર્ષની વાત કરીએ તો ઓરીના 34 જેટલાં કેસ સામે આવ્યા છે. જેમાંથી 26 માત્ર ડિસેમ્બર મહિનામાં જ સામે આવ્યા છે. એક જ મહિનામાં ઓરીના 26 કેસ પોઝિટિવ આવતા. તંત્ર હાલ એલર્ટ મોડમાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શિયાળામાં આ વાયરલ ઈન્ફેક્શન વકરવાનું જોખમ વધી જતું હોય છે

 


 

(11:36 PM IST)