<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ : બસ સ્ટેશન નજીકથીબે આરોપીઓની ધરપકડ

પોલીસે ચાઇનીઝ દોરીની 25 રીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો: પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સાબરકાંઠાઃ હિંમતનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. બસ સ્ટેશન નજીકથી ચાઇનીઝ દોરી સાથે 2ની ધરપકડ કરાઈ હતી . ચાઇનીઝ દોરીની હેરફેર કરતી વખતે સમયે બે આરોપી ઝડપાયા છે. પોલીસે ચાઇનીઝ દોરીની 25 રીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.હતો  પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .

 


 

(11:15 PM IST)