<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જુના રાજુવાડીયા ગામમાં માતાએ પુત્રને ઠપકો આપતા પુત્રએ માતાને મોત ને ઘાટ ઉતારી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જુનારાજુવાડીયા ગામમાં બનેલી હત્યાની ઘટનામા પુત્રએ જ માતાને નજીવી બાબતે મોતને ઘાટ ઉતારતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી.
   પ્રાપ્ત માહિતી અનુસાર રશીલાબેન વા/ઑફ દિલીપભાઇ દિવાલભાઇ વસાવા (રહે..જુના રાજવાડીયા, નવી વસાહત તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના જેઠ રણજીતભાઇ દિવાલભાઈ વસાવા( રહે.જુનારાજુવાડીયા તા.નાંદોદ જી.નર્મદા) નાઓને ફરીયાદીની સાસુ અને હત્યારાની માતા મરનાર મીરાબેન તે શંકરભાઇ ફતેસીંગભાઇ વસાવા (ઉ.વ.૫૫ )(રહે. જુનારાજુવાડીયા, નવીનગરી) એ જેઠને કશુ કામ કરતો નથી તેમ વારંવાર બોલતી હોય અને ઝઘડો કરતી હોય જેથી જેઠે ફરી.ની સાસુને જુનારાજુવાડીયા પોતાના ઘરે કોઇ હથિયાર કે સાધન વડે કપાળના ભાગે મારી દઇ સ્થળ ઉપર પુત્ર એ માતાનું. મોત નિપજાવી નાશી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


 

(10:20 PM IST)