તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
ધીરૂભાઇ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કુલની જીત

રાજકોટઃ વૃંદાવન ફાર્મ, જાસપુર, ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-૧૬ (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. વિજયનગર સ્કૂલે પ્રથમ દાવમાં ૬૧.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૨૩૬ રન કર્યા હતાં. નીલ પુરાનીએ ૧૫.૪ ઓવરમાં ૪૪ રન આપીને ૪ વિકેટ, આર્યન ભરવાડે ૧૭ ઓવરમાં ૩૪ રન આપીને ૩ વિકેટ અને તવસ્થ ત્રિવેદીએ ૭ ઓવરમાં ૨૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. અમદાવાદની હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં ૧૧૭.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૨૫૧ રન કર્યા હતાં. જેમાં આરવ કોઠારીએ ૨૦૦ બોલમાં ૯૫ રન ને તવસ્થ ત્રિવેદીએ ૮૩ બોલમાં ૩૬ રન કર્યા હતાં. વિજયનગર સ્કૂલે બીજા દાવમાં ૧૦ વિકેટે ૧૫૬ રન કર્યા હતાં. જેમા નીલ પુરાનીએ ૮ ઓવરમાં ૩૬ રન આપીને ૪ વિકેટ ને આર્યન ભરવાડે ૯ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કૂલે બીજા દાવમાં ૭૩ ઓવરમાં ૮ વિકેટે ૧૨૧ રન કર્યા હતાં. આરવ કોઠારીએ ૧૮૪ બોલમાં ૭૧ રન કર્યા હતાં. આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
