તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
લો એન્ડ ઓર્ડર ફૂલ પ્રૂફ બનાવવા કવાયત એટલે ડો.કે.એલ એન રાવનો વન ડે વન ડિસ્ટ્રિક્ટનો અદભુત પ્રયોગ
કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુનેગારો સામે લડવા પૂરતા સાધનો, શષાો, મૈન પાવર પૂરતા અને સક્ષમ છે કે નહિ? રાજયભરના જિલ્લા પોલીસ વડા સાથે ક્રમશઃ રેન્જ વડાઓની હાજરીમાં વિડિઓ કોન્ફરન્સથી માહિતી મેળવવા મુખ્ય પોલીસ વડા દ્વારા ઐતિહાસિક પહેલ : એક છેડેથી બીજા છેડા સુધીના જિલ્લા, મુખ્ય શહેરોની મહત્વની જવાબદારીઓ અને ગુપ્તચર જેવા વિભાગની ફરજથી તમામ વિભાગોનો અનુભવ મેળવનાર આ સિનિયર IPS અનુભવના નિચોડથી ગુજરાતની જેલો માફક રાજયભરમાં આમૂલ પરિવર્તન લાવવા સજ્જ બન્યા છે

રાજકોટ તા. સૌરાષ્ટ્રના પોરબંદરથી માંડી દાહોદ સુધીના એક છેડેથી બીજા છેડે સુધીના જિલ્લા અને ગુપ્તચર વિભાગ સહિતના તમામ વિભાગો સંભાળી આખા ગુજરાતની સ્થિતિ વાકેફ એવા રાજયના ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડાની જવાબદારી રાજય સરકારે જેમને સુપ્રત કરી છે તેવા સિનિયર IPS ડો કે એલ એન.રાવ દ્વારા પોતાના વિશાળ અનુભવ આધારે રાજય પોલીસ તંત્રના તમામ જિલ્લાઓ અને શહેરોની લેટેસ્ટ પરિસ્થિતિનો તાગ મેળવવા સાથે ગુનેગારોના આધુનિક સાધનો સામે લડવા પોલીસ પાસે પૂરતી વ્યવસ્થા છે કે કેમ તે જાણી રાજય પોલીસ તંત્રને મજબૂત બનાવવા એક અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે, જે મુજબ તેઓ દરરોજ એક જિલ્લા પોલીસ વડા સાથે, રેન્જ IG ની ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ કરી તમામ માહિતી મેળવી તેમાં કોઈ વસ્તુ તૂટતી હોય તો તેનું નિરાકરણ લાવવા સજ્જ બનનાર છે.
આ બેઠકો દરમિયાન જિલ્લાના ભૌગોલીક પરિસ્થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન/આઉટપોસ્ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્ય જિલ્લા વિશિષ્ટ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલ એક બેસ્ટ પ્રેકટીસ સબબ ચર્ચા કરવામાં આવે છે, જેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેની શકયતા પણ પરખવામાં આવે છે.
જિલ્લાઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ DGP & HoPF દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવે છે જેથી સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં યોગ્ય પ્રસ્તાવો ગળહ વિભાગને પણ મોકલવામાં આવશે.
આ પહેલ અંતર્ગત તા. ૦૭/૦૧/૨૦૨૬ના રોજ ડાંગ-આહવા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સાથે એક બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા શ્રેષ્ઠ પ્રથાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણી વાહન તથા IT ³ન્ફ્રાસ્ટ્રકચર સબબ જરૂરિયાતો નું નિરાકરણ કરવામાં આવેલ.
"One Day-One District" કાર્યક્રમ ગુજરાત પોલીસના નેતળત્વની જિલ્લાકેન્દ્રિત, જરૂરિયાત આધારિત અને પ્રતિભાવશીલ પોલીસિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જેનાથી રાજ્યભરમાં પોલીસ કાર્યક્ષમતા, અસરકારકતા અને જનસેવામાં વધુ સુધારો લાવવાનો હેતુ છે.
અત્રે એ યાદ રહે કે ડો.કે એલ. એન. રાવ દ્વારા ખેડા, દાહોદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લાનો અનુભવ સાથે જોઇન્ટ અને સ્પેશ્યલ કમિશનર તરીકે રાજકોટ, સુરત અને અમદાવાદનો અનુભવ ધરાવે છે. રાજકોટ સુરત અને અમદાવાદમાં ડીસીપી અને અમદાવાદ રેન્જ જેવી વિશાળ રેન્જ વિગેરે મહત્વની જવાબદારીઓ નરેન્દ્રભાઈ, અમીતભાઈના સમયમાં મળેલ, જેથી ખૂબ વિશાલ અનુભવને કારણે પોલીસ સાથે લોકોને પણ ઓળખવાની શકિત વિકસી છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
