<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સરકારી તિજોરી પર તરાપ: પંજાબના લોકોના પૈસે ગુજરાતમાં આપ નેતાની ઈમેજ ચમકાવવાનો પ્રયાસ ?

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ચર્ચા એવી છે કે પંજાબ સરકાર ગુજરાતની નાની-મોટી યૂટ્યૂબ ચેનલોને મોટી જાહેરાતો આપીને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની વ્યક્તિગત છબી પ્રસરાવવા પ્રયાસ કરી રહી છે. આરટીઆઈના રિપોર્ટ મુજબ પંજાબ સરકારના જંગી જાહેરાત ખર્ચ સામે સવાલો ઉઠ્યા છે.

લોકશાહીમાં સરકારનું કામ પ્રજાનું કલ્યાણ કરવાનું હોય છે, પરંતુ જ્યારે સરકારો જનતાના પરસેવાના પૈસા નેતાઓના 'મેકઅપ' પાછળ વાપરવા લાગે ત્યારે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. તાજેતરમાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પંજાબની સરકાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ઈમેજ સુધારવા માટે સરકારી તિજોરી ખુલ્લી મૂકી રહી છે. આક્ષેપો એવા થઈ રહ્યા છે કે પંજાબ સરકાર ગુજરાતની લોકપ્રિય યૂટ્યૂબ ચેનલોને પ્રભાવિત કરવા અને પોતાની તરફી નેરેટિવ સેટ કરવા માટે મોટા પાયે નાણાં વેડફી રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટી શું ખુલાસો કરે છે તે તરફ સૌની મીટ મંડાયેલ છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, પંજાબ સરકારનો માહિતી અને પ્રસારણ વિભાગ હાલમાં ગુજરાતની ડિજિટલ દુનિયામાં સક્રિય બન્યો છે. તેઓ ગુજરાતની વિવિધ યૂટ્યૂબ ચેનલોની કુંડળી કઢાવી રહ્યા છે. જેમાં ચેનલ કોની માલિકીની છે, તેના સબસ્ક્રાઈબર્સ કેટલા છે અને તે કયા વર્ગના લોકો જુએ છે, તેવો ઝીણવટભર્યો ડેટા અસ્ત તપાસવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચા છે. હેતુ સ્પષ્ટ દેખાય છે કે જે ચેનલોનો વ્યાપ વધારે હોય, ત્યાં હાથ ખુલ્લો રાખીને ગોપાલ ઈટાલિયા અને પાર્ટીની તરફેણમાં વાતાવરણ ઊભું કરવું. ઈમાનદારીના નામે સત્તામાં આવેલી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાને 'મેનેજ' કરવાના આ પ્રયાસો ચર્ચાનો વિષય બન્યા છે.

એક તરફ પંજાબમાં ખેડૂતો અને સામાન્ય પ્રજા અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ જાહેરાતો પાછળનો ખર્ચ આંખો પહોળી કરી દે તેવો છે. આરટીઆઈ અંતર્ગત મળેલી માહિતી અને 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના ૨૨ મે, ૨૦૨૫ના અહેવાલ મુજબ, પંજાબ સરકારે જાહેરાતો માટે વાર્ષિક અંદાજે ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પણ ગુજરાતના અખબારો અને ચેનલોમાં કરોડોની જાહેરાતો આપવામાં આવી હતી.

હવે પ્રશ્ન એ ચર્ચાય છે એ થાય છે કે શું પંજાબના લોકોનો ટેક્સ ગુજરાતમાં કોઈ નેતાને 'બ્રાન્ડ' બનાવવા માટે વપરાવો જોઈએ? 

યૂટ્યૂબ ચેનલો પર નિયંત્રણ મેળવવાની નવી મોડસ ઓપરેન્ડી આગામી સમયમાં મોટી ચર્ચા સર્જે તેવી શક્યતા છે.

(12:57 PM IST)