<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગુજરાતીમાં જબરજસ્ત સફળતા બાદ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે'' હિન્દી ભાષામાં દેશભરના થિએટરમાં રિલીઝ

ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: લાલો એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ સીમાચિહ્ન હાંસલ કર્યું

ગુજરાતી ભાષામાં નવા રેકોર્ડ બનાવ્યા બાદ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે' હિન્દી ભાષામાં દેશભરના થિએટરમાં રિલીઝ થશે. ફક્ત રૂપિયા 50 લાખના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મએ રૂપિયા 100 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે.

આ ફિલ્મએ વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધિ હાંસલ કર્યાં બાદ આજ એટલે કે 9મી જાન્યુઆરી 2026થી હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર અગાઉ જ રિલીઝ થઈ ચુક્યું છે.

લાલો  9 જાન્યુઆરીએ હિન્દીમાં રિલીઝ થશે બોક્સ  ઓફિસ પર લાલો ફિલ્મની ધુરંધર અને પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબ સાથે થશે. ધ રાજા સાબ પહેલાથી જ એડવાન્સ બુકિંગમાં રૂપિયા 3 કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે અને ધુરંધરની કમાણીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

આ ફિલ્મ શરૂઆતમાં બોક્સ ઓફિસ પર નબળી પડી હતી પરંતુ ત્રીજા અઠવાડિયા પછી તેની કમાણીમાં વધારો થયો. તેને પહેલા સ્લીપર હિટનો ખિતાબ મળ્યો અને પછીથી તે ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. લાલો એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

માત્ર રૂપિયા 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂપિયા 120 કરોડની કમાણી કરી હતી. લાલોએ ભારતમાં રૂપિયા 95 કરોડ અને વિદેશમાં રૂપિયા 7 કરોડની કમાણી કરી હતી. નફાની દ્રષ્ટિએ લાલોએ રણવીર સિંહની ધુરંધરને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ હવે હિન્દીમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

(12:40 AM IST)