<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

વડોદરામાં ટાઉન પ્લાનિંગ વિભાગ જાગ્યો :બે દિવસમાં 30થી વધુ સ્થળે નોટિસ ફટકારી : છેલ્લા 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો

ગેરકાયદે બાંધકામ અને મંજૂરી વગરની ઈમારત સામે કાર્યવાહી કરાઈ: તપાસ દરમિયાન 4થી વધુ એકમોને સીલ કરાયા: બિલ્ડિંગ વપરાશની બાબતોના નિયમોનો ભંગ બદલ કાર્યવાહી

વડોદરા: ગેરકાયદે બાંધકામ કરનારાઓની હવે ખેર નથી. ટાઉન પ્લાનિંગ વિભાગે બે દિવસમાં 30થી વધુ સ્થળે નોટિસ આપી છે. છેલ્લા 15 દિવસમાં 4 કરોડથી વધુનો દંડ વસૂલ કરાયો છે. ગેરકાયદે બાંધકામ અને મંજૂરી વગરની ઈમારત સામે કાર્યવાહી કરાઈ છે. તપાસ દરમિયાન 4થી વધુ એકમોને સીલ કરાયા છે. બિલ્ડિંગ વપરાશની બાબતોના નિયમોનો ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે.

ટ્રાફિકની સમસ્યાને પણ ધ્યાને લઈને ટાઉન પ્લેનિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે પાર્કિંગ સામે અને મંજૂરી વગર ધમધમતી ઈમારતો સામે પણ તપાસ કરીને નોટિસ ફટકારવામાં આવી છે અને એટલું જ નહીં એકમો સીલ કરીને દંડ ફટકારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:17 AM IST)