તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
નર્મદા ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ દ્વારા સુરવા ટોલનાકા ખાતે ટ્રાફિક જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
200 જેટલા વાહન ચાલકોને આંખ તપાસ અને ચશ્મા તેમજ આંખના ટીપાંનું વિતરણ કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અનુસંધાને ટ્રાફિક જન જાગૃતિના પ્રોગ્રામો જુદી-જુદી જગ્યાએ કરવાની સુચના આપતા નર્મદા જીલ્લામાં તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ તિલકવાડા તાલુકાના સુરવા ટોલનાકા ખાતે NHAI- 56 પર મફત આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવેલ, જ્યાં ડો.તેજસ જોશી(આંખ રોગના નિષ્ણાંત) તેમજ આર.ટી.ઓ નર્મદાના અધિકારીઓ તથા જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદાના PSI એસ.એસ.મિશ્રા તેમજ જીલ્લા ટ્રાફિક શાખાના જવાનો હાજર રહેલા જેમાં જીલ્લા ટ્રાફિક શાખા, નર્મદા અને આર.ટી.ઓ રાજપીપલા દ્વારા NHAI હાઇવે ઉપર ચાલતા કુલ-૨૦૦ થી વધુ હેવી વાહનો, લાઇટ વાહનો તેમજ મો.સા વિગેરે વાહન ચાલકોની આંખ રોગના નિષ્ણાંત ડો. તેજસ જોશી દ્રારા મફત આંખની ચકાસણી કરી ચશ્માંનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી તથા રાહ વીર (ગુડ સમરીટન) એવોર્ડ અંગેની સમજ કરી ટ્રાફિકને લગત પેમ્પ્લેટ્સની વહેચણી કરવામાં આવી.
આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા તેમજ પોતાની અમુલ્ય જીંદગી બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
