તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
સાણંદના મોરૈયાની બે ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ
ત્રણ શહેરોની ફાયર ફાઈટિંગ ટીમ તૈનાતઃઆગ લાગતા જ ફાયરવિભાગની ગાડીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે

અમદાવાદ : સાણંદના મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી.
આગની ગંભીરતાને જોતા સ્થાનિક સ્તરેથી મદદ માંગવામાં આવી હતી. ઘટનાસ્થળે અમદાવાદ, સાણંદ અને બાવળાની ફાયર ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ફાયર બ્રિગેડની અંદાજે ૫થી વધુ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. વહેલી સવારથી શરૃ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ફેક્ટરીની અંદર રહેલા માલસામાનને કારણે આગ અંદરના ભાગે વધુ ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી,
પરંતુ આગમાં કંપનીનો મશીનરી અને કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચું કારણ અને નુકસાનનો અંદાજ જાણી શકાશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
